પાટડીમાં વેલનાથનગર સામે અદ્યતન એસ. ટી. બસ સ્ટેશન શોભાના ગાંઠીયા સમુ
તા.14/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટડીમાં સને 1996 માં એ વખતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વરદ હસ્તે પાટડી બેચરાજી રોડ પર વેલનાથનગર સામે અદ્યતન બસ સ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બસસ્ટેન્ડ ગામથી ખૂબ દૂર હોવાની સાથે આ નવા બસ સ્ટેન્ડમાં કેટલીક બસો ન આવતી હોવાથી આ બસ સ્ટેન્ડ હાલમાં શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યું છે.એસ. ટી. નિગમ દ્વારા આ બસ સ્ટેન્ડમાં બનાવેલી 5 થી 7 જેટલી દુકાનો પણ યોગ્ય તકેદારીના અભાવે જેસે થે સ્થિતીમાં જ ઉભી છે. એસટી વિભાગ દ્વારા આ બસસ્ટેન્ડમાં એક પણ કર્મચારીના મુકાતા આ બસ સ્ટેન્ડમાં મોટા ભાગની બસો ન આવતા આ બસ સ્ટેન્ડ હાલમાં માત્ર શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યું છે. સાથે સાથે 26 વર્ષ અગાઉ બનાવાયેલું બસ સ્ટેન્ડ હાલમાં ઢોર પુરવાનો વાડો બનવા પામ્યું છે. કારણ કે યોગ્ય તકેદારીના અભાવે આ બસસ્ટેન્ડમાં મુસાફરોના બદલે ઢોરોની સંખ્યા વધારે જોવા મળે છે.
પાટડીમાં કેટલાક વર્ષો અગાઉ દ્વારકેશ કોમ્પલેક્ષ સામે એક પિક-અપ સ્ટેન્ડ બનાવાયા બાદ નગરપાલિકા દ્વારા પાટડી જૂના બસ સ્ટેન્ડ પાસે અને ચાર રસ્તે મામલતદાર કચેરી બહાર બે અદ્યતન પિક-અપ સ્ટેન્ડ બનાવવા છતાં આ ત્રણેય પિક-અપ સ્ટેન્ડ પર બસો ઉભી ન રહેતા એ પણ માત્ર ન શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.