સ્વચ્છતા માટેની સલાહ વર્ષે રૂ. 35.31 લાખમાં પડશે - At This Time

સ્વચ્છતા માટેની સલાહ વર્ષે રૂ. 35.31 લાખમાં પડશે


કેન્દ્ર સરકારની કંપનીએ કન્સલ્ટન્ટને મોકલીને બનાવ્યું મોટુ઼ં બિલ.

ચૂંટણી બાદ જૂની દરખાસ્તો ખંખેરવા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક.

મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ આવે તે માટેના પ્રયાસો માટે કેન્દ્ર સરકારની કંપની નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઈન્કોર્પોરેટેડને કન્સલ્ટન્સી આપી હતી. જેના કરારમાં એક વ્યક્તિને 12 માસ માટે રાજકોટ મોકલી સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુમેન્ટેશન, જનજાગૃતિની રીત અને એર ક્વોલિટી સહિતના મામલે માર્ગદર્શન માટે મોકલ્યા છે. જેનો એક મહિનાનો ચાર્જ 294250 રૂપિયા થયો છે અને એક વર્ષનો ખર્ચ 35.31 લાખ થશે અને તમામ ખર્ચ એડવાન્સમાં મોકલવાનો છે. આ ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટી સક્ષમ મંજૂરી સબબ દરખાસ્ત આવી છે જેના પર બુધવારે બેઠકમાં નિર્ણય લેવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.