બેડી યાર્ડ સામે બે સ્કૂલ બસ સહિત પાંચ વાહનો ટકરાયા: વાહનોમાં તોડફોડ - At This Time

બેડી યાર્ડ સામે બે સ્કૂલ બસ સહિત પાંચ વાહનો ટકરાયા: વાહનોમાં તોડફોડ


રાજકોટના બેડી યાર્ડ સામેનાં હાઈવેમાં બપોરના સુમારે પસાર થતી બે સ્કૂલ સહિત પાંચ વાહનો ટકરાતા સર્જાયેલા અકસ્માતના પગલે રોષીત કોલેજીયન છાત્રો તોફાને ચડી તમામ વાહનોના કાચ તોડી ફોડી નાખતા કુવાડવા રોડ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
રાજકોટના બેડીયાર્ડ સામે બપોરના સુમારે હાઈવેમાં પસાર થતી મારવાડી કોલેજની બે સ્કૂલ બસ, એક એસ.ટી.બસ, 1-ઈનોવા કાર, 1- સ્કોડા કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકી સાથે પાંચ વાહનો અથડાતા મોટા ધડાકાથી હાઈવે ગુંજી ઉઠયો હતો. એકી સાથે પાંચ વાહનો ટકરાતા અનેક વાહનો થંભી ગયા હતાં.
આ અકસ્માતમાં એસટી.બસમાં બેઠેલા મુસાફર જયદિપસિંહ, અનિરૂદ્ધસિંહ ઝાલા, (ઉ.વ.19 રહે.કણકોટ)ને ઈજા થવા પામી હતી.ઈજાગ્રસ્ત જયદિપસિંહના પિતા નિવૃત આર્મીમેન હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાન મારવાડી કોલેજની બે સ્કૂલ બસમાં બેઠેલા કોલેજીયન છાત્રો રોષે ભરાઈ તમામ વાહનોના કાચ તોડીફોડી નાખી તોફાને ચડતા કોઈએ કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવતા રોષીત છાત્રો શાંત પડયા હતાં.
પાંચ-પાંચ વાહનોના કાચમાં તોડફોડ થતા વાહનોને મોટુ નુકશાન પહોચ્યું હતું. પોલીસે આ ઘટનામાં એક છાત્રની અટકાયત કરી હતી.આ ઘટનામાં છાત્રો સામે સ્કોડાકારના ચાલકે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. ઘટનાના સ્થળે લોકોનો સમુદાય એકઠો થયો હતો. એકી સાથે પાંચ વાહનો અથડાવવાના બનાવમાં પોલીસે ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે આ બનાવની વધુ વિગતો મેળવાઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.