ધંધૂકા તક્ષશિલા વિદ્યાપીઠમાં ગણિત-વિજ્ઞાન પ્રર્દશન યોજાયું : ૫૦ કૃતિઓ રજૂ કરાઈ
ધંધૂકા તક્ષશિલા વિદ્યાપીઠમાં ગણિત-વિજ્ઞાન પ્રર્દશન યોજાયું : ૫૦ કૃતિઓ રજૂ કરાઈ
૨૨ શાળાના ૧૨૦ છાત્રોએ ઉત્સાહથી ભાગ લીધો વિશાળ સંખ્યામાં -છાત્રોએ પ્રદર્શન નિહાળ્યું.
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તજજ્ઞ નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરાઈ
ધંધૂકા તક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વલ્લભી શાળા સંકુલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ. ૨૨ શાળાના ૧૨૦ વિદ્યાર્થીઓએ ૫૦ કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ગ્રામ્યના ઇ.આઇ,સ્નેહા રાવલ અને શહેરના ઇઆઈ કલ્પેશ રાવલ ખાસ ઉપસ્થિત રહયા હતા. તો ભાજપના પદાધિકારીઓ અને ધંધૂકા નગરપાલિકાના પ્રમુખ હર્ષદ ચાવડા પણ ઉપસ્થિત રહયા હતા.
ધંધુકા ની તક્ષશીલા વિધાપીઠ ખાતે વલ્લભીશાળા સંકુલનું ગલિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ.ઉદ્ઘાટન સમારોહમાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને સંબોધન કર્યુ હતુ.તક્ષશીલા શાળાના બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. રીબીન કાપીને પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી વિજ્ઞાન અને ગણિતના પ્રયોગો આધારિત કૃતિઓ અંગે વિધાર્થીઓ પાસેથી માહીતી મેળવી હતી.શાળાના કેમ્પસ ડાયરેકટર ઉમાબેન કનાડાએ શાબ્દીક સ્વાગત કર્યુ હતુ.તો વલ્લભી સંકુલના કન્વીનર ગીતાબેન દવે એ સૌને આવકાર્યા હતા.તજજ્ઞ નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવી
હતી અને વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.એ પી એમ સી ના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભુપતસિંહ ચુડાસમા,ભાજપ તાલુકા પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા,શહેર પ્રમુખ રમેશ ચૌહાણ પણ ઉપસ્થિત રહયા. હતા ૧૨૦ વિદ્યાર્થીઓએ ૫૦ કૃતિઓ રજુ કરી વિજ્ઞાન ગણિતના
પ્રયોગોની માહીતી આપી હતી. વિશાળ સંખ્યામાં વિધાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને લઇ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.