વીજકર્મચારી પર હુમલો કરનારા ગ્રાહકે લાઈટ બિલ ભરી દીધું હશે તો પણ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ ઉતારી લેવાશે, PGVCLનો પાવર
રાજકોટ સિટી-2 ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એચ.એન. ભોજાણીએ કહ્યું, સૌરાષ્ટ્રભરમાં આવી જ રીતે કડક કાર્યવાહી કરાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવે પીજીવીસીએલની ટીમ ઉપર કે વીજકર્મી ઉપર હુમલો કરનાર વીજગ્રાહકને માઠા પરિણામ ભોગવવા પડશે કારણ કે જે વીજગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરશે તેની સામે પોલીસ ફરિયાદ તો થશે જ પરંતુ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ લાઈન તે ગ્રાહકે બિલ ભર્યું હશે તો પણ પીજીવીસીએલ ઉતારી લેશે. રાજકોટ સિટી ડિવિઝન-2ના કાર્યપાલક ઈજનેર એચ.એન. ભોજાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારના કેસમાં પીજીવીસીએલ કડક પગલાં લે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.