શ્રી માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં  નાગરિક અભિવાદન યોજાયો - At This Time

શ્રી માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં  નાગરિક અભિવાદન યોજાયો


 માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં  નાગરિક અભિવાદન યોજાયો

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટની સ્મૂતિમાં સતત 32મો નાગરિક સન્માન સમારોહ તા.4 ડિસેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો..

આદરણીય મોરારીબાપુની અધ્યક્ષતામાં  નાગરિક સન્માન સમારોહમાં અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જન ડો. ભરતભાઈ ભગત તેમજ દેશના છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ-બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદના અંતરિયાળ વિસ્તાર બાળ રોગ માટે હોસ્પિટલ ચલાવતા ડૉ. શ્રેયાબહેન શાહ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અને તાલીમભવનના પૂર્વ નિયામક ડૉ. નલિનભાઈ પંડિત તથા પેરેન્ટિગ ફોર પીસની રાજ્ય વ્યાપી મુવમેન્ટના કન્વિનર પ્રાધ્યાપક ડૉ. છાયાબહેન પારેખનું બાળવિકાસ માટેની ખેવનાઓનું આદરણીય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું....

પ્રતિકારભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવામાં વ્યસ્ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્માનનો વર્ષ ૧૯૯૧ થી પ્રારંભયેલ સદવિચારને ભાવનગરની સંસ્કાર ભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટધામ તેમજ શિશુવિહાર દવારા પ્રત્યેક ને રૂ/- ૫૦,૦૦૦ , ખેસ , સ્મૃતિચિન્હ, થી વંદના કરવામાં આવી...

આદરણીય મોરારિબાપુના સાનિધ્યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દવારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯ થી ચાલતી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત તમામ શાળાઓમાં ૧૦૦ પુસ્તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ ૧૭૦૦ વિધાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું..

આ પ્રસંગે બાળકો અને વયસ્કોની દ્રષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્ય સેવા આપનાર શ્રી સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત સ્વ. શ્રી અનિલભાઈ શ્રીધરાણી પરિવારએ સંસ્થાને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ....

ભાવનગર થી રક્તદાન , ચક્ષુદાન જેવી પુણ્ય પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તારનાર પૂજ્ય માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં ૧૦૦ થી વધુ શ્રેષ્ઠ નાગરિકોનું અભિવાદન થયું છે.. ત્યારે આ પ્રસંગે ગુજરાતના વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુવિહારની પ્રવૃત્તિઓના લેખોનું સંકલન પુસ્તક ' શિશુવિહાર નું નવચેતન ' નું વિમોચન પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે થયું..

ભાવનગર ની સેવા અને શિક્ષણ ની ઓળખરૂપ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહનું સંકલન શ્રી સાગરભાઈ દવે તથા સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.