અમદાવાદ જિલ્લાના 59 ધંધુકા વિધાનસભા ચૂંટણી કરાવવા તમામ બુથો ઉપર ઈ વી એમ મશીનો અને સાહિત્ય સાથે સ્ટાફ રવાના કરાયો.
અમદાવાદ જિલ્લાના 59 ધંધુકા વિધાનસભા ચૂંટણી કરાવવા તમામ બુથો ઉપર ઈ વી એમ મશીનો અને સાહિત્ય સાથે સ્ટાફ રવાના કરાયો.
ધંધુકા બિરલા હાઈસ્કૂલમાં ચૂંટણી માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામની કચેરીનોસ્ટાફ ખડેપગે રખાયો.
અમદાવાદ જિલ્લાની 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લા ના રાણપુર બરવાળા અને અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકામાં તારીખ પાંચમી ડિસેમ્બર અને સોમવારે મતદાન થશે જે માટે ધંધુકાની બિરલા એન્ડ જીવનદાસ હાઇસ્કુલ ખાતેથી ચૂંટણી મતદાન કરાવવા માટે જોડાયેલ તમામ સ્ટાફ તથા બંદોબસ્ત માટે પોલીસ સહિતની 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના તમામ ગામો શહેરમાં સ્ટાફને ઇ વી એમ મશીનો તથા સાહિત્ય સાથે રવાના કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર 59 ધંધુકા વિધાનસભા ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર ઠક્કર દ્વારા ચૂંટણીમાં રોકાયેલ ઝોનલ ઓફિસર તથા ડિસ્પેચિંગ સ્ટાફ ઉપરાંત ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર તાલુકાના મામલતદાર સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ચૂંટણીમાં મતદાન સફળતાપૂર્વક પાર પડે તે માટે છણાવટથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ધંધુકા પી આઇ પ્રતિક ઝિંઝુવાડીયા દ્વારા ચૂંટણીમાં રોકાયેલ તમામ પોલીસ કર્મીઓની બેઠક યોજવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લખનીય છે ધંધુકા પોલીસ સ્ટેશનમાં તાલુકાના તમામ પુલિંગ સ્ટેશનો ને બંદોબસ્ત આપવામાં ઘટ પડતા અમરેલી થી પોલીસ કર્મીઓ અત્રે ઓર્ડર મળતા તમામ પોલીસ કર્મીઓ હાજર થઈ ગયા હતા.
59 ધંધુકા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા નિર્ભય પણે યોજાય શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે 2 લાખ 74 હજાર મતદારો 11 ઉમેદવારોન નું ભાવી નક્કી કરશે ધંધુકા ધોલેરા રાણપુર અને બરવાળા તાલુકાના સંવેદનશીલ અને અતિ સંવેદન શીલ પુલિંગ સ્ટેશનનો ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે 59 વિધાનસભા ધંધુકા મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જોવા અને નિર્ભય પણે મતદાન નાગરિકો કરી શકે તે માટે ડી વાય એસ પી/ પી.આઈ./પી.એસ.આઇ પોલીસ જવાનો હોમગાર્ડ અર્ધલક્ષરી દળ સહિતનાઓને સખત બંદોબસ્ત માટે જવાબદારી સોપવામાં આવી છે.
વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસરના વડ પર હેઠળ 59 ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને જે તે બુથો ઉપર રવાના કરવામાં આવ્યા હતા ચૂંટણીમાં રોકાયેલ તમામ સ્ટાફને અત્રે શ્યામઘાટ સંકુલ ખાતે સુંદર ગોઠવાયેલ ભોજન વ્યવસ્થાથી ભોજન કરાવી રવાના કરવામાં આવ્યો હતો ચૂંટણી મતદાન નિર્ભય પણે થાય અને સંપૂર્ણ આચાર સહિતા નું પાલન થાય તે માટે ચૂંટણી મતદાન માટે રોકવામાં આવેલ તમામ સ્ટાફ જિલ્લાના અન્ય તાલુકા માંથી મૂકવામાં આવ્યો છે.
અમને મળતા છેલ્લા અહેવાલો મુજબ 59 ધંધુકા વિધાનસભા ચૂંટણી ક્ષેત્રના ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકાના તમામ પુલિંગ સ્ટેશન બુથો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલીસ સ્ટાફ ચૂંટણી મતદાન કરાવવા માટે પહોંચી ગયો છે ચૂંટણીનું તમામ સંચાલન કરવા માટે ધંધુકા ની બિરલા હાઈસ્કૂલ માં ચૂંટણી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે ધંધુકા 59 વિધાનસભા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિક ઓફિસર ઠક્કરની સિદ્ધિ દેખરેખ હેઠળ ચૂંટણી મતદાન હાથ ધરનાર છે.
ચૂંટણી કંટ્રોલ રૂમ ખાતે ધંધુકા ધોલેરા રાણપુર અને બરવાળા ના મામલતદાર ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી સહિત તમામની કચેરીનો સમગ્ર સ્ટાફ ચૂંટણી કામગીરી માં ખડેપગે રાખવામાં આવ્યો છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.