બાલાસિનોરના 44 સરપંચો ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેશે કે કેમ? - At This Time

બાલાસિનોરના 44 સરપંચો ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેશે કે કેમ?


• અનેક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજગી નિષ્ક્રિયતામાં ફેરવાશે

• સરપંચોએ બેઠક બોલાવી કોઇપણ રાજકિય પક્ષને સમર્થન ન કરવાનું નક્કી કર્યું

વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે લોકો દ્વારા પક્ષમાં જોડાવાનુ અને નિકળવાનું પ્રક્રિયા ચાલુ થતી હોય છે ત્યારે બાલાસિનોર તાલુકામાં કંઇક અલગ જ બનાવ જોવા મળ્યો હતો. જેમાં તાલુકાના આશરે 44 ગામોના સરપંચોએ અનેક પ્રશ્નોનું નિરાકરણ ન આવતુ હોવાનું કારણ ધરીને નારાજગી દર્શાવીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરીબાબતે નિષ્ક્રિય રહેવા અને કોઇ પક્ષનું કામ ન કરવાનું નક્કી કર્યું હતું.

આ બાબતે જેઠોલી ગ્રામ પંચાયતના સરપંચ દિપક પંચાલે બાલાસિનોર તાલુકાના અનેક સરપંચના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ચૂંટણી લક્ષી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

આ બાબતે 30 થી 35 ગ્રામ પંચાયતના સરપંચોની મિટિંગ યોજાઈ હતી જેમાં મોટાભાગના સરપંચોએ તેમને ચૂંટણી ટાણે પાર્ટીના સભ્યો દ્વારા કઇ પૂછવામાં આવતું ન હોવાના કારણે ચૂંટણીમાં કોઈ પક્ષનું કામ કરવા નહીં તથા ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર રહેવા માટેનું સરપંચ એસોસિએશન પ્રમુખ અને ગઢના મુવાળાના સરપંચ હિમંતસિંહએ જણાવ્યું હતું. હાલ તાલુકાની વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ જામી ચુક્યો છે, ત્યારે સરપંચ એસોસિએશન દ્વારા ચૂંટણી કામગીરી ન કરવાથી કયા ઉમેદવારને નુકસાન જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.