ગઢડા તાલુકાના માંડવધાર ગામે યોજાઈ ભાજપ ઉમેદવાર શંભૂનાથજી ટુંડિયા મીટીંગ... કાર્યકર્તાઓ, ગ્રામ આગેવાનો રહ્યાં ઉપસ્થિત... - At This Time

ગઢડા તાલુકાના માંડવધાર ગામે યોજાઈ ભાજપ ઉમેદવાર શંભૂનાથજી ટુંડિયા મીટીંગ… કાર્યકર્તાઓ, ગ્રામ આગેવાનો રહ્યાં ઉપસ્થિત…


ગઢડા તાલુકાના માંડવધાર ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત ગઢડા 106 વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર શંભુનાથજી ટુંડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તદ ઉપરાંત માંડવધાર ગ્રામ પંચાયતના સરપંચ હીરાભાઈ પરમાર ગ્રામ પંચાયત નાં સદસ્યો, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને માંડવધાર ગ્રામ પંચાયત ના પૂર્વ પ્રમુખ જગજીવનભાઈ કોરડીયા તેમજ ઘનશ્યામભાઈ કોરડીયા સહિત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.! આગામી પેલી તારીખના રોજ યોજાના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓને બુથ સુધી પહોંચાડવા અને ભાજપ પક્ષના વિકાસ કર્યો, મુદ્દાઓ ને લઇ પ્રચાર કરવા અંગે ઉમેદવાર ટુંડિયાજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.