બોટાદમાં પોસ્ટ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની નવતર ઝુંબેશ
બોટાદમાં પોસ્ટ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની નવતર ઝુંબેશ
ટપાલ પર “મતદાન કરવાનું ચૂકશો નહીં”નાં સંદેશ દ્વારા જન-જન સુધી “અવશ્ય મતદાન”નો સંકલ્પ પહોંચાડવાનો પ્રયાસ
લોકશાહીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે વધુમાં વધુ મતદાન થાય તે માટે બોટાદની પોસ્ટઓફિસે અનોખી મતદાન જાગૃતિની ઝુંબેશ હાથ ધરી છે. જન-જન સુધી થતાં ટપાલ વ્યવહારમાં પોસ્ટ વિભાગે ટપાલ પર “મતદાન કરવાનું ચૂકશો નહીં”નો સંદેશ છાપી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા છે. મહત્તમ લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ અવસરમાં દરેક વ્યક્તિને મતદાન કરવાની પ્રેરણા મળે તેમજ મતદાનનાં દિવસે લોકો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં અવસરમાં સહભાગી બને તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.