વૈશાલીનગરમાં વાયરિંગ કામ કરતા PGVCL ના કર્મચારીનું વીજશોકથી મોત
રાજકોટના રૈયા રોડ વૈશાલીનગરમાં વાયરિંગ કામ કરી રહેલા યુવાનને વિજશોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું.તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ વિગતો મુજબ,ગોંડલના કોલીથડમાં રહેતા હરકાંતભાઈ કરશનભાઈ સિંગલ(ઉ.વ.38) રાજકોટ પીજીવિસીએલમાં કોન્ટ્રાકટ પર કામ કરતા હતા તેઓ ગઈકાલે રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમાં વિજપોલ પર વાયરિંગ કામ કરતા હતા.
ત્યારે વિજશોક લાગતા તેઓ ઘટના સ્થળે ઢળી પડ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.અન્ય કર્મચારીઓએ ગોંડલ રહેતા પરિવારને જાણ કરી હતી અને બનાવ અંગે પોલીસે કાગળો કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.