71 % પુરુષ માને છે કે મતદાન ફરજ છે, 27 % બહેનો ઘરના વ્યક્તિના કહેવાથી મત આપે છે
મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ મતદાન અંગે 4600 લોકો પર સરવે કર્યો
મતદાનને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સરવે કરાયો હતો. આ સરવેમાં એવું તારણ નીકળ્યું કે, 71 ટકા પુરુષો માને છે કે મત આપવો ફરજ છે. 27 ટકા બહેનો ઘરના વ્યક્તિના કહેવાથી મતદાન કરે છે. સ્લમ એરિયામાં 72 ટકા લોકો મતદાન માટે જાગૃત, પોશ વિસ્તારમાં હજુ ઉદાસીન વલણ જોવા મળે છે. અંદાજિત કુલ 4600 વિદ્યાર્થી અને લોકો સાથે વાતચીત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.