રાજકોટમાં પહેલીવાર 16.7 ડિગ્રી તાપમાન થયું
સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 13.2 ડિગ્રી
રાજકોટમાં શનિવારે ઠંડીનો બે ડિગ્રી પારો ગગડ્યો હતો. તાપમાન 16.7 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે નલિયામાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી રહ્યો હતો. આ સાથે જ નલિયા અને રાજકોટમાં તાપમાનનો પારો એકસરખો રહ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટમાં હજુ ચાર દિવસ 16થી 17 ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ લઘુતમ તાપમાન નીચું ગયું હતું. લઘુતમ તાપમાન નીચું જવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.