જસદણમાં વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ અડાડવામાં નહી આવે તો મતદાનનો બહિષ્કાર કરવાની વિસ્તારવાસીઓની ચીમકી
જસદણમાં વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ અડાડવામાં નહી આવે તો મતદાનનો બહિષ્કાર કરવાની વિસ્તારવાસીઓની ચીમકી
જો ચૂંટણી પહેલા રોડ નહી બનાવાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી વિસ્તારવાસીઓએ ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
જસદણ શહેરના વોર્ડ નંબર-2 માં આવેલ વાજસુરપરા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ-રસ્તા પ્રશ્ને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે, હાલ વાજસુરપરા મેઈન રોડમાં સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બન્ને સાઈડ 8-8 ફૂટની જગ્યા છોડી દઈ રોડની કામગીરી કરવામાં આવતી હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. જેને લઈને વાજસુરપરા વિસ્તારના રહીશોએ ભેગા મળી વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જો વાજસુરપરા મેઈન રોડને દીવાલથી દીવાલ અડાડવામાં નહી આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા જસદણ નગરપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સાથોસાથ જસદણના વાજસુરપરા વિસ્તારને નગરપાલિકાવાળા પાકિસ્તાન ગણતા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી જો કોઈ નેતાને વાજસુરપરા વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભા કરવી હોય તો પહેલા રોડ બનાવો, નહિતર કોઈએ મતની માંગણી કરવા કે સભા કરવા આવવું નહી તેવા સુત્રોચ્ચાર કરતા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું હતું.
"અમારા વાજસુરપરા વિસ્તારને પાલિકાવાળા પાકિસ્તાન ગણે છે" : અમરશીભાઈ સોલંકી- શેરી નં.5 ના રહીશ.
"અમારા વાજસુરપરા વિસ્તારને પાલિકાવાળા પાકિસ્તાન તરીકે ગણે છે. અમારા વિસ્તારમાં બનતા રોડમાં દીવાલથી દીવાલ રોડ કરવામાં આવતો નથી. આ ચોથી વખત રોડ થાય છે છતાં રોડની વચ્ચેનો ટુકડો જ બનાવે છે અને રોડની બન્ને સાઈડ 8-8 ફૂટનો રોડ બાકી રાખે છે. બીજું શેરી નં.17 નો રોડ મંજુર થઈ ગયો છે છતાં તે રોડ બનાવાતો નથી. આઝાદી મળી તેના 75 વર્ષ થયા છતાં હજી કોઈ નેતાને પ્રજાની સમસ્યા કાઈ ધ્યાને જ નથી આવતી. ગામમાં દીવાલથી દીવાલ સુધીનો રોડ થાય છે પણ અમારા વિસ્તારમાં તે મુજબ કામ થતું નથી. જો અમારા વિસ્તારમાં બનતા રોડને દીવાલથી દીવાલ સુધી અડાડવામાં નહી આવે તો અમે આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું."
"જો કોઈ નેતાને અમારા વિસ્તારમાં સભા કરવી હોય તો પહેલા અમારા રોડ-રસ્તા બનાવવા પડશે પછી જ સભા થશે: રાજેશભાઈ જમોડ-શેરી નં.17 ના રહીશ."
"હાલ વોર્ડ નં.2 માં વાજસુરપરાના મેઈન રોડનું કામ શરૂ છે. પરંતુ શહેરના ચિતલીયા રોડ પર દીવાલથી દીવાલ સુધી રોડનું કામ કરવામાં આવે છે. તો અમારા વાજસુરપરા વિસ્તારમાં કેમ દીવાલથી દીવાલ રોડ બનાવવામાં તકલીફ પડે છે તે સમજાતું નથી. અમારી શેરી નં.17 માં છેલ્લા ઘણા સમયથી રોડ મંજુર થઈ ગયો છે છતાં હજી સુધી તેનું કામ પણ શરૂ કરાયું નથી. છતાં એકેય પક્ષના નેતાઓ અમારું સાંભળવા તૈયાર નથી. જેથી અમારી માંગણી છે કે જો કોઈ પક્ષને અમારો મત જોઈતો હોય તો પહેલા રોડ બનાવો નહી તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું."
તેમજ ચીફ ઓફિસને જાણ થતાં તેને જણાવ્યુ હતું કે આ બાબતે હું તપાસ કરાવું છું:અશ્વિન વ્યાસ-ચીફ ઓફિસર,જસદણ. આ બાબત હજી સુધી મારા ધ્યાને આવી નથી. જોકે હાલ વાજસુરપરા મેઈન રોડનું કામ ચાલુ જ છે. કદાચ જેતે વખતે તે રોડનું માપ લેવાયું હોય તે મુજબ રોડની કામગીરી કરાતી હશે. છતાં હું આ બાબતે તપાસ કરાવી લઉં છું.
રીપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.