રાજકોટમાં ટિકિટ વહેંચણી બાદ ચારેય બેઠકનું પરિણામ ઉજળિયાત વર્ગના મતદારો નક્કી કરશે
પાટીદારની બે બેઠકમાંથી એકમાં ટિકિટ કપાઇ, તેમાં ઓબીસી પર ભાજપે કળશ ઢોળ્યો પરંતુ ઓબીસીના મુખ્ય મતદારો કોળી અને પ્રજાપતિની બાદબાકીથી ઉકળતો ચરુ.
વિધાનસભા 69માં લોહાણા, બ્રાહ્મણ સમાજની ઉપેક્ષા કરી જૈનની પસંદગી સામે અનેક સવાલો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-સુરતમાં મતદાન થશે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે, ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે અને ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, મહત્તમ મતદારો ધરાવતા સમાજ પર રાજકીય પાર્ટીઓ પસંદગીનો કળશ ઢોળતા હોય છે પરંતુ રાજકોટની ચાર બેઠકમાં ટિકિટ ફાળવણીએ ઊહાપોહ સર્જ્યો છે, નારાજ થયેલા નેતાઓ ખુલ્લીને બહાર નથી આવતા પરંતુ તેમનો સમાજ કંઇક રંગ બતાવશે તેવી આશ લગાવીને બેઠા છે, પરંતુ એક વાત નક્કી છે કે રાજકોટની ચારેય બેઠકનું પરિણામ ઉજળિયાત વર્ગના મતદારો નક્કી કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.