ગીર સોમનાથ ની સોમનાથ વિધાનસભા મત વિસ્તાર ઇણાજ ના ડોશી માં 102 નોટ આઉટ સુધીમાં ચોકડી લગાવી ઇવીએમ ચાંપ દાબી મતદાન કરી અનેકોને ગાંધીનગર ખુરશીએ પહોંચાડયા - At This Time

ગીર સોમનાથ ની સોમનાથ વિધાનસભા મત વિસ્તાર ઇણાજ ના ડોશી માં 102 નોટ આઉટ સુધીમાં ચોકડી લગાવી ઇવીએમ ચાંપ દાબી મતદાન કરી અનેકોને ગાંધીનગર ખુરશીએ પહોંચાડયા


ગીર સોમનાથ ની સોમનાથ વિધાનસભા મત વિસ્તાર ઇણાજ ના ડોશી માં 102 નોટ આઉટ સુધીમાં ચોકડી લગાવી ઇવીએમ ચાંપ દાબી મતદાન કરી અનેકોને ગાંધીનગર ખુરશીએ પહોંચાડયા

માજી ભજીયા ખાય મેગીયે ખાય સ્વાદિષ્ટ બંધુ યે ખાય પણ હવે મતદાન કેન્દ્રો સુધી પહોંચે તેવુ શરીર સાથ નથી આપતુ

l
ગીર સોમનાથ જિલ્લા મા ચાર વિધાનસભા મા ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરાઈ ગયેલ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ની ચાર વિધાનસભા મા 100 થી વધુ ઉમર ના 278 મતદારો છે જેમાં સોમનાથ વિધાનસભા મા 42 તાલાલ વિધાનસભા મા 96 મતદારો કોડીનાર વિધાનસભા મા 71 મતદારો અને ઉના વિધાનસભા મા 69 મતદારો નો સમાવેશ થાય છે જેમાં સોમનાથ વિધાનસભા મા પાંચ પેઢી સાથે હયાત છે તેવા 102 વરસથી પણ ઉપરના રાણીબેન ઉકા ઝાલા જીલ્લા ચુંટણી સેવા સદનની બરાબર પાછળ લઢાયા વાડી વિસ્તારમાં રહે છે.

માજી એ મતપત્રક ઉપર ચોકડી લગાવી પેટીમાં નાખવાથી માંડી ઈવીએમ અધતન ટેક્નોલોજીના મતદાનમાં અત્યાર સુધી ભાગ લીધો છે
બે વરસ પહેલાં પંચાયત ની ચુંટણી મા પણ મત દેવા ગયાંતા પણ હવે કાયા કામ કરતી નથી કાને સાંભળતું નથી, ડગુક ડગુક ચલાય છે કોઇ વાહનમાં મત દેવા જાય તો પણ ખાડા ખબડા રસ્તા થડકારો હાડકાં સહન કરી શકતા નથી એટલે આ વખતે તો મતદાન કેન્દ્રો સુધી તો નહી જ જઇ શકે
જો કે આ વરસે સીનીયર સીટીઝન ધેર બેઠે મતદાન કરી શકે તેવી યોજના છે પરંતુ તે માટે ભરવાનું થતું ફોર્મ હજુ માજીના ખાટલા સુધી પહોંચ્યુ નથી
આમ માજીની આંગળી ઉપર કાળુ ટપકું આ ચુંટણીમાં થશે કે નહીં પોષ્ટલ મત તેના ધર સુધી પહોંચશે કે નહીં તેની રાહ જોવી રહી
બાકી થોડાધણા બચેલાં દાંતને માજી ટુથપેસ્ટ ધસી ઉજળા કરે છે સવારે નાસ્તો કરે છે અને ગરમા ગરમ ભજીયા અને મેગી માજી ને ખુબ જ ભાવે છે ભોજનમાં રોટલી ખાય છે
માજી એક એવા મતદાર છે કે જેણે સામાન્ય બિમાર નથી પડ્યા અને મોટું દવાખાનું તો જોયું જ નથી
હાલ માજી તેના પુત્ર રામસી ઝાલા સાથે સંયુક્ત પરીવારમા રહે છે પાંચ પેઢીના તેઓ જીવંત સાક્ષી છે હવે તો ચુંટણી વિભાગ નવી યોજના મુજબ તેને ધેર ફોર્મ લઇને જાય તો જ લોકશાહી પર્વ મા ભાગ લઇ શકે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.