શહેરા વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ
શહેરા ,
પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતું.તાલુકા સેવાસદન ખાતે ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું.જેમા ઉમેદવાર જેઠાભાઈ ભરવાડના સમર્થકો તેમજ મોટી સંખ્યામા ભાજપાના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે બીજા તબ્બકામાં પાંચમી તારીખે ચુટણી યોજાવાની છે.જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.કાલોલ અને ગોધરામાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઈ છે,ત્યારે શહેરામાં આજે ભાજપના ઉમેદવાર દ્વારા જંગી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતુ,શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપા દ્વારા 6 વખત ટીકીટ જેઠાભાઈ ભરવાડને આપવામા આવી હતી.અણિયાદ ચોકડી ખાતે આવેલા ભાજપા કાર્યાલયથી જેઠાભાઈ ભરવાડ વાહનમાં શહેરા સેવાસદન ખાતે પહોચ્યા હતા.અને ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ.તેમની સાથે મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.