દૂધસાગર રોડ પરથી રૂ.6.77 લાખના દારૂ ભરેલો ટેમ્પો રેઢો મળ્યો! - At This Time

દૂધસાગર રોડ પરથી રૂ.6.77 લાખના દારૂ ભરેલો ટેમ્પો રેઢો મળ્યો!


રાજકોટ શહેરમાં વિધાનસભા ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે રાજકોટ પોલીસ દ્વારા જુગાર અને દારૂની પ્રવૃત્તિને નાબૂદ કરવા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ દારૂ જુગારના કેશો શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા તમામ પોલીસ મથકમાં સૂચના આપી છે.
ત્યારે થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે.જેઠવાના રાહબરીમાં ડી સ્ટાફ ના પી.એસ.આઇ જી.એસ.ગઢવી,નરેશકુમાર ચાવડા, જયદીપભાઇ ધોળકિયા અને કિરણભાઈ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે શહેરના દૂધસાગર રોડ પર પીજીવીસીએલ ની સામે જીજે 09 એયુ 0114 નંબરનો અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં હોય તેનો ચાલક હાજર ન હોય.
જેથી ત્યાં જઈ ટેમ્પોની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 2500 જેટલી દારૂની બોટલો રૂ.6.77 લાખની મળી આવી હતી.થોરાડા પોલીસે રૂ.10.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ચૂંટણી પૂર્વે મોટા જથ્થામાં પકડાયેલો દારૂનો જથ્થો કોણ લાવ્યું હતું?તેમજ કોણે મંગાવ્યો હતો?એ અંગે હાલ પોલીસે ટેમ્પોના નંબરને આધારે તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા દરોડામાં ગોંડલ રોડ એસટી વર્કશોપ ની પાછળ આવેલા આંબેડકર નગર શેરી નંબર પાંચમાં એક શખ્સ દારૂ લઈને ઉભો હોય તેવી બાતમી મળતા માલવીયા પોલીસ મથકના પીઆઇ આઈ.એન.સાવલિયાની રાહબરીમાં મશરીભાઈ અને ભાવેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે રેઇડ પાડી કાર ચાલક કોઠારીયા સોલ્વન્ટની સામે રહેતા રસુલપરામાં શાહરૂખ ફરોજ જુણેજાને પકડી તેની જીજે03 જેઆર 9623 નંબરની કારમાં તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની 204 બોટલ સહિત રૂ.4.58નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.શાહરૂખ દારૂનો જથ્થો કોને આપવા આવ્યો હતો?એ અંગે હાલ તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.