બાલાસિનોર વિધાનસભાની ચૂંટણીને પગલે પોલીસ તંત્રની અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી
બાલાસિનોરમાં આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને બાલાસિનોર પોલીસે સઘન કામગીરી હાથ ધરી છે. જેમાં પ્રોહિબિશન. વોરંટની બજવણી. હથિયારો જમા કરાવવા તેમજ અસામાજીક તત્વો સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. બાલાસિનોર પોલીસે ૨૩
બિનજામીન લાયક વોરંટ વાળા ઈસમોની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામા સીઆરપીસી ૧૧૦
હેઠળ કુલ ૫૭ ઈસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધા છે. સીઆરપીસી ૧૦૭/૧૫૧ હેઠળ કુલ ૬૬ અટકાયતી પગલા લીધા છે. તથા તડીપાર ૧ અને પ્રોહિ.ના કેસ હેઠળ ૮ અટકાયતી પગલા લીધાં છે. ૬૭ લીટર દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે. બાલાસિનોર તાલુકા સહીત નગરમાં લાયસન્સ ધરાવતા હથિયાર પરવાનેદારોના કુલ ૧૦૧ના હથિયારો જમા લેવાયા છે અસમાજીક તત્ત્વો સામે અટકાયતી પગલા લેવાની કામગીરી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.