રૂપિયાની લેતી-દેતી મામલે ડખ્ખો થતાં મહિલાએ ફીનાઈલ પીધું
મવડી પ્લોટ પાસે રૂપિયાની લેતી-દેતી મામલે ડખ્ખો થતાં ખ્યાતીબેન પારેખ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં.બનાવની વિગત અનુસાર સોની બજારમાં જુમ્મા મસ્જીદ પાસે રહેતી ખ્યાતિબેન રાજેશભાઈ પારેખ (ઉ.વ.30) ગત સાંજે 5 વાગ્યે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાઈ હતી.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ.ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. અને પુછપરછ હાથ ધરી હતી. વધુમાં ખ્યાતીબેને જણાવ્યું હતું કે તેના સંબંધી કાન્તાબેન ચાવડાને અહેમદ બ્લોચ નામના શખ્સ પાસેથી 80 હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. જેમાં તે વચ્ચે રહ્યા હતાં. જે રૂપિયાનું વ્યાજ અને મુળ રકમ પરત કરવા માટે કાન્તાબેનને કહેતા તેને ઉશ્કેરાયા હતાં. અને રૂપિયા પરત નથી કરવા કહી ઝઘડો કરી ઝેરી દવા પી હું આપઘાત કરી લઈશ અને તારૂનામ આપીશ તેવી ધમકીથી કંટાળી ખ્યાતીબેને પગલું ભર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.