રિસામણે ગયેલી પત્નીની જાણ બહાર પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા ફરિયાદ નોંધાઇ - At This Time

રિસામણે ગયેલી પત્નીની જાણ બહાર પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા ફરિયાદ નોંધાઇ


રૈયા રોડ શિવપરામાં રહેતા ઈલાબેન મહેશભાઈ રાઠોડ(કોળી)(ઉ.વ.30) એ પોતાની ફરિયાદમાં પતિ મહેશ જીગ્નેશ રાઠોડ,જામનગર રહેતા સસરા જીગ્નેશ છગન રાઠોડ, રાજકોટના આમ્રપાલી ફાટક પાસે રહેતા નણંદ પૂજાબેન વિપુલભાઈ,નણંદ આરતીબેન નિલેશભાઈ સાકરીયા અને જામનગર રહેતા નણંદ દિવ્યાબેન અજયભાઈ ઝિંઝવાડીયા વિરુદ્ધ ફરિયાદ કરતા મહિલા પોલીસમાં કલમ 498(ક),506(2),494,406,323 અને 114 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પિયરમા આશરે છેલ્લા ત્રણેક વર્ષ થી રહું છુ અને ઘરકામ કરુ છુ અને મારે સંતાન એક દિકરો છે.જે હાલ મારી સાથે રહે છે.મારા લગ્ન તા.02/06/2010 ના થયેલ હતા અને મારા સસરા જીજ્ઞેશભાઈ છગનભાઈ રાઠોડ જે હાપા મા રહે છે.એકાદ વર્ષ બાદ મારા પતિએ મને કહેલ કે, હું તને મારા માતા-પિતાની સેવા માટે લાવ્યો છુ અને તારે અહિં ઘરકામ અને સેવાનુ કામ કરવાનુ છે તેમ મને કહેતા આ લગ્નજીવન દરમ્યાન એક વર્ષ બાદ મારે ત્યા દિકરાનો જન્મ થયેલ ત્યારબાદ મારા પતિ મને કહેતા કે,આ સંતાન તારા ટાઈમપાસ માટે છે તારે આમ જ રહેવાનુ છે
તેમ કહી મારી અને મારા દિકરાની કાઈ પણ જવાબદારી કે સંભાળ મારા પતિ લેતા ન હતા. મારા પતિને અમારા લગ્ન પહેલા નિર્મલ નામની સ્ત્રી સાથે સબંધ હતા અને એ નિર્મલ નામની છોકરી સાથે મારા પતિ એ મંદિરમાં લગ્ન પણ કરેલ હતા જેની મને ખબર પડતા મે મારા સાસુ સસરાને આ બાબતે વાત કરતા મારા સાસુ-સસરા તથા નણંદ મારા પતિની તરફદારી કરતા અને તેને સાથ સહકાર આપતા અને નાની નાની વાતોમાં મને મેણાટોણા મારી ઝઘડો કરતા હતા.મને મારકુટ કરતા અને અન્ય સ્ત્રી સાથેના સબંધ વિશે વાત કરતા તેમને કહેતા કે જો તુ કોઇને આ બાબતે વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા.
મને માર મારીને કાઢી મુકતા જેથી કંટાળી અને મારા પિયરમાં જતી રહેતી અને મારા પતિ મને સમાધાન કરીને લઈ જતા અને ત્યા થોડો સમય સારી રીતે રાખતા અને ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને કામ બાબતે મેણાટોણા મારતા મારું લગ્નજીવન ટકી રહે તે માટે હુ દુખ ત્રાસ સહન કરતી તે દરમ્યાન મારા સાસુનું અવસાન થયું હતું.પરંતુ મારા પતિમાં કોઇ પણ જાતનો ફેર ફાર થયેલ નહી અને મારા અને મારા બાળક ઉપર ધ્યાન આપતા ફરી હું મારા માવતરે જતી રહેલ અને છેલ્લા ત્રણેક વર્ષથી મારા માવતરે છું તેમ છતા મારા પતિ મને પિયરમા લેવા માટે આવ્યા નથી
મારા પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે સબંધ હોય તે બાબતે મારા સબંધીઓએ વાત કરતા હોય અને સાત-આઠ મહિના પહેલા મારા પતિના સબંધીના મોબાઈલ સ્ટેટ્સ મા મારા પતિ તથા બીજી પ્રિયા નામની છોકરીના ફોટા મારા નણંદ પૂજા તથા મારા પતિના મિત્ર સુનીલ ના ફોટા મે જોયા હતા.જેથી મને ખબર પડી કે મારા પતિ એ પ્રિયા સાથે લગ્ન કર્યા હોઇ શકે અને મારા પતિની સમાજ તથા સગા-સબંધી દ્રારા તેમની આ બીજી પત્ની વિશે મને ખબર પડી તેમજ અગાઉ આપેલ અરજી અનુસંધાને હું પોલીસ મથકે આવેલ
ત્યારે મારા પતિની પુછપરછ કરતા મને ખબર પડી કે મારા પતિ પ્રિયા સાથે દીવ તથા અન્ય જગ્યાએ ફરવા પણ ગયા હતા અને પ્રિયા સાથે બધા પરીવારની હાજરી માં શ્રીમંત પણ કરેલું છું તથા મારા પતિને બીજી પત્ની પ્રિયા દ્રારા એક સંતાન પણ છે.મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા હોવા છતાં મારી સાથે વિશ્વાસઘાત કરી મારી જાણ બહાર અન્ય સ્ત્રી સાથે લગ્ન કરેલ છે તેમા મારા સસરા તથા ત્રણેય નણંદોએ સાથે મળીને મારા પતિને લગ્ન કરવા માટે સાથ સહકાર આપી મારા પતિના પ્રિયા સાથે લગ્ન કરાવ્યા હતા.આ બનાવ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.