કુંવરજી બાવળિયાને ટિકિટ મળતા જ કોંગ્રેસ ઉપર પ્રહાર : ભોળાભાઈ ખૂબ ભૂંડી રીતે હારશે
કુંવરજી બાવળિયાને ટિકિટ મળતા જ કોંગ્રેસ ઉપર પ્રહાર : ભોળાભાઈ ખૂબ ભૂંડી રીતે હારશે
હાલ જ્યારે ભારતીય જનતા પાર્ટી માંથી ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે રાત્રિના 2.30 વાગ્યે ફોન ઉપર કુંવરજી બાવળિયા જાણ કરવામાં આવી હતી તેમાં જસદણ વિધાનસભા ઉપર કુવરજીભાઈ બાવળિયા ને ટિકિટ મળી છે ત્યારે સમગ્ર જસદણ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને સમગ્ર પાર્ટીઓના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો ત્યારે કુવરજી બાવળિયાને મીડિયા દ્વારા પૂછવામાં આવતા કોંગ્રેસ ઉપર સીધો પ્રહાર કર્યો છે અને કુંવરજી બાવળીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે "ભોળાભાઈ ગોહિલ ને ચૂંટણી લડવાની ઈચ્છા તો ન હતી પણ પાર્ટીમાંથી જે આદેશ થયો છે, મારી સામે ચૂંટણી લડે છે, તો ભોળાભાઈ ખૂબ ભૂંડી રીતે હારશે તેમાં કોઈ શંકા ને કોઈ સ્થાન નથી" જે મીડિયા સમક્ષ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.