‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, વિકાસમાં અવરોધ…’, કાંગડા રેલીથી PM મોદીનો પ્રહાર
કોંગ્રેસના રાજ્યમાંથી ક્યારેય વિકાસના સમાચાર આવે છે? માત્ર ઝઘડાના સમાચાર જ આવે છે. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે વિકાસમાં અવરોધ. કોંગ્રેસનો આધાર હજુ પણ પરિવારવાદ જ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. તેઓ અહીં કાંગડાના ચંબી મેદાનથી લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકાર જ હિમાચલ પ્રદેશના લોકોને સ્થિરતા અને સુશાસન આપી શકે છે.
કોંગ્રેસ હિમાચલમાં ક્યારેય સરકાર સ્થિરતા નહીં આપી શકે અને તે ઈચ્છતી પણ નથી. તમે જુઓ, એમની સરકાર માત્ર બે-ત્રણ જગ્યાએ બચી છે. કોંગ્રેસના રાજ્યમાંથી ક્યારેય વિકાસના સમાચાર આવે છે? માત્ર ઝઘડાના સમાચાર જ આવે છે. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે વિકાસમાં અવરોધ. કોંગ્રેસનો આધાર હજુ પણ પરિવારવાદ જ છે. આવી સરકાર ક્યારેય વિકાસ નહીં કરી શકે.
'બદલાઈ રહી છે જૂની પરંપરા, જીતી રહી છે ભાજપ'
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ઉત્તરાખંડના લોકોએ પણ જૂની પરંપરા બદલી અને ભાજપને જીત અપાવી. ઉત્તર પ્રદેશમાં પણ 40 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટી ફરીથી જીતી અને સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત સરકારમાં આવી હોય. મણિપુરમાં પણ ભાજપની સરકાર ફરી આવી છે.
'કોંગ્રેસ એટલે અસ્થિરતાની ગેરંટી'
અમે એવી રાજકીય પરંપરા બનાવવા માંગીએ છીએ કે અમે સરકારમાં એવા કામ કરીએ કે મતદારો અમને વારંવાર તક આપે. એટલા માટે અમે વિકાસ માટે અને દેશ માટે દરેક જગ્યાએ, દરેક સ્તરે કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ મતલબ અસ્થિરતાની ગેરંટી, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કૌભાંડની ગેરંટી અને કોંગ્રેસ એટલે વિકાસના કામોમાં અવરોધની ગેરંટી.
પીએમ મોદીએ ગણાવી ભાજપની યોજનાઓ
કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે ગૃહિણી યોજના ચલાવીને તેમાં વધુ લોકોને જોડી દીધા. કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે હિમકેર યોજનાથી તેમાં વધુ લોકોને જોડયા. આ રીતે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. કોંગ્રેસ સરકારે પેન્શનની ઉંમર વધારીને 80 વર્ષ કરી અને સાથે જ કમાણીની શરત પણ રાખી. ભાજપ સરકારે પેન્શનની ઉંમર ઘટાડીને 60 વર્ષ કરી અને કમાણીની શરત પણ હટાવી દીધી. આનાથી લાખો વરિષ્ઠ નાગરિકોને ફાયદો થયો.
'ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારોને પેન્શનની સુવિધા'
દરેકને સામાજિક સુરક્ષા મળે તે માટે કેન્દ્ર સરકારે પેન્શન અને વીમાની યોજના શરૂ કરી. અમે ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારોને 3 હજાર રૂપિયાનું નિયમિત પેન્શન મેળવવાનો માર્ગ બનાવ્યો. આ ભાવનાને હિમાચલની ભાજપ સરકારે આગળ ધપાવી હતી.
'5Gથી થશે હિમાચલની કાયાકલ્પ'
પીએમ મોદીએ કહ્યું કે આવનારો સમય 5Gનો છે. હિમાચલના યુવાનો અને હિમાચલનું જીવન 5Gથી બદલાશે. જેના કારણે દૂરની શાળાઓમાં શિક્ષણ પણ શહેર જેવું બની જશે. તેમણે કહ્યું કે દાયકાઓ સુધી ચાલી રહેલી કોંગ્રેસની સરકારમાં દેશની મહિલાઓ અને બહેન-દીકરીઓની સૌથી વધુ ઉપેક્ષા થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.