મહીસાગર LCB દ્વારા બે ફરાર આરોપીઓ ઝડપ્યા
મહીસાગર LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી કે બાકોર પો.સ્ટે. નો ફરાર આરોપી ચંદ્રપાલસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લીનો હાલ હંસપુરા ખાતે વેપાર ધંધો કરે છે. જેથી એલસીબી સ્ટાફ તપાસ કરતા ઉપરોકત આરોપી મળતા ઝડપી કાર્યવાહી કરવા માટે બાકોર પો.સ્ટે સોંપેલ હતો. જયારે સંતરામપુર પો.સ્ટે અપહરણનો ફરાર આરોપી દિવાન ભાભોર રહે. ભંભોરી તા - જી . દાહોદ વડોદરાથી ગોધરા થઈ વતન જનાર છે. તેવી બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધર ચોકડી ખાતે વોચમાં રહેલ દરમ્યાન ઉપરોક્ત ગુનાનો નાસતો ફરતો આરોપી આવતા તેને ઝડપી સંતરામપુર પો.સ્ટે સોંપવામાં આવ્યો હતો. આમ મહીસાગર LCB દ્વારા એકજ દિવસમાં બે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા હતા.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.