કાલોલ તાલુકાના રીંછીયા વાંટા ગામે સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો 3,26,400/ ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.જાદવ ને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર પોલીસે વોચ ગોઠવી હતી વિદેશી દારૂની હેરાફેરી ની મળેલ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહન મારફતે રીંછીયા વાંટા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ઉભા હતા ત્યારે બાતમી મુજબની એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં.GJ9 BA 4369 ચાલક પોલીસની નાકાબંધી દરમિયાન જોઈને ગાડી ઉભી રાખી વેજલપુર પોલીસે ચાલક કરણકુમાર ઉર્ફે ફુલીયો નરવતસિંહ ચૌહાણ તથા તેની સાથે બેઠેલા વિરેન્દ્રકુમાર ઉર્ફે જગો ચંદ્રસિંહ ચૌહાણ અને નરવતસિંહ મોહનસિંહ ચૌહાણ ત્રણેય રહેવાસી તાલુકાના મોકડ ગામના ઓની અટકાયત કરી પોલીસે કારમાં મૂકેલા ત્રણ થેલામાં ખોલાવી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂના 180 એમ એલ ના પ્લાસ્ટિકના કવાટરિયા નંગ 264 જેની કીમત રૂ 26400/ નો દારૂ તથા કાર રૂ 3,00,000/ મળી કુલ રૂ 3,26,400/ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામ ત્રણ ઇસમો સામે પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરફેર કરવા બદલ પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.