જિલ્લામાં 8 બેઠક માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના થશે, કલેકટર કચેરી ખાતે મીડિયા કન્ટ્રોલ રૂમ કાર્યરત - At This Time

જિલ્લામાં 8 બેઠક માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના થશે, કલેકટર કચેરી ખાતે મીડિયા કન્ટ્રોલ રૂમ કાર્યરત


કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી - 2022ને લઈને મતદાતાઓ લોકશાહીના પર્વમાં જોડાય તે માટે મતદાન મથકોને લઈને વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિભર્યા સંદેશા સાથે જિલ્લાની 8 વિધાનસભાની બેઠકોમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના કરવામાં આવશે. જિલ્લાની 8 વિધાનસભા બેઠક દીઠ દરેક બેઠકમાં એક પ્લાસ્ટીક મુક્ત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.