રોડ ઉપર માટી તેમજ ઝાડી ઝાંખરા વધી જવાના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
લાકડિયા થી રાધનપુર જતા રોડ પર ઝાડી ઝાંખરા વધી જતા વાહનચાલકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રોડ ઉપર માટી આવી જતાં દ્વિચક્રી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ અંગે વાહનચાલકો ના જણાવ્યા મુજબ, લાકડિયા થી રાધનપુર જતા હાઇવે ને મળતા રોડ જે માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. આ માર્ગ ઉપર બંને બાજુ ઝાડી ઝાખરા વ્યાપક પ્રમાણમાં હોવાથી અવરજવર કરતાં વાહનોને મુશ્કેલીઓ પડી રહી છે. આમાં ઘણીવાર આ અકસ્માત થવાનો પણ ભય રહેલા છે. તંત્ર દ્વારા આ રોડ ઉપર ઝાડી ઝાંખરા કટીંગ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. આ રોડ ઉપર ચોમાસાના લીધે રોડની સાઈડમાં મોટા પ્રમાણમાં માટી આવી ગયેલ છે. આવી ગયેલ માટીના લીધે રાત્રિના સમયે વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જે અને અકસ્માતનો ભય રહેલ છે. રોડ ની સાઇડના આવેલ માટી નો વ્યાપ આગળ ન વધે તે પહેલા તંત્ર દ્વારા તેને દુર કરી વહેલી તકે અવર-જવર માટે યોગ્ય બને માટેની કાર્યવાહી હાથ ધરવા માંગણી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.