ભ્રષ્ટાચાર ને ભાંડતા આપ પક્ષના ઉમેદવાર ભૂપત ભાયાણી કેટલા ઈમાનદાર
ભ્રષ્ટાચાર ને ભાંડતા આપ પક્ષના ઉમેદવાર ભૂપત ભાયાણી કેટલા ઈમાનદાર
ભૂ.ભા. ની ડિપોઝિટ જશે એવી લોકચર્ચા સતત ચાલી રહી છે
વિસાવદર ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણીનું નામ જાહેર થતા જ લોકોએ ભારે નવાઈ સાથે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યુ કે ભ્રષ્ટાચારનો વિરોધનો દાવો કરતા આ પક્ષે કઈ ખાસિયતો જોઈ આ ઉમેદવારને ટિકીટ આપી હશે. જેને સરપંચ પદેથી બે બે વાર પાણીચુ પકડાવી દેનાર આ ઉમેદવારને કોરોના કાળ દરમિયાન પણ ખોટી રીતે કાયદાનું ઉલંઘન કરતા પકડાઈ ગયા હતા.પણ ભીનું સંકેલી દેવામાં આવ્યુ હતું. લાખો રૂપિયાના કૌભાંડીને પક્ષે ટીકીટ આપતા વિસાવદરના કાયૅકરોએ નારાજગી સાથે રાજીનામાં આપી દિધા હતા.આ પંથકમાં અંગત રીતે લોકો એમ વાતો કરી રહયા છે કે એક રાષ્ટ્રીય પક્ષએ આમ આદમીના આ ઉમેદવારને સેટીંગ્સ સાથે હરીફ ના મત તોડવા આ છુપુ કારસ્તાન કરેલ છે.આ ભૂ.ભા.નો ઈતિહાસ જોયા વગર પાર્ટીએ ટીકીટ આપી ભ્રષ્ટાચારોને ઢાંકી દેવાનો પ્રયાસ કરેલ છે.પણ પબ્લિક હૈ સબ જાનતી હૈ એટલે ભૂ.ભા.ની ડિપોઝિટ જશે એવું પણ લોકો કહી રહયા છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.