પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવતીએ ફિનાઈલ પીધુ - At This Time

પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવતીએ ફિનાઈલ પીધુ


રેસકોર્ષમાં આજે બપોરે પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી કિરણબેન સારેખડા નામની પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર એસટી વર્કશોપ પાસે આંબેડકરનગરમાં રહેતી કિરણબેન રવિભાઈ સારેખડા (ઉ.વ.24) આજે બપોરે રેસકોર્ષમાં હતા ત્યારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં કિરણબેનના લગ્ન રવિભાઈ સાથે ત્રણ વર્ષ પહેલા થયેલ હતા. જે બાદ એક માસ પહેલા તેનો પતિ તેમને તરછોડીને શિતલ નામની યુવતી સાથે સાધુ વાસવાણી રોડ પર રહેવા લાગ્યો હતો અને અવારનવાર બંને કિરણબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને પગલુ ભર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.