પરિવાર દિવ ફરવા ગયો ને તસ્કર દાગીના-રોકડ સહિત રૂ.26 હજારની મતા ઉસેડી ગયો - At This Time

પરિવાર દિવ ફરવા ગયો ને તસ્કર દાગીના-રોકડ સહિત રૂ.26 હજારની મતા ઉસેડી ગયો


ગંજીવાડામાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામ કરતા અલ્તાફભાઇ રશીદભાઇ નાઘોરી(ઉ.વ.35)ના મકાનમાંથી તસ્કરે રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત રૂ.26,200ની ચોરી કરતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અલ્તાફભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ટ્રકનુ ડ્રાઇવિંગ કામ કરી મારૂ તથા મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું.
તા.25/10 ના રોજ હુ તથા મારા પરીવારના બધા સભ્યો સાથે અમારે ઉના તથા દિવ ફરવા જવાનુ હોવાથી અમે તા.25/10 ના રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં અમારા ઘરના બે રૂમમા રસોડામાં તથા ઘરની મુખ્ય ડેલીમા તાળા મારીને રાજકોટ બસ સ્ટેશનથી એસ.ટી.બસમા બેસીને અમે ઉના જવા માટે નિકળેલ હતા. બાદમાં તા.31/10 ના રોજ અમે બધા અમારા પરીવારના સભ્યો ઉના તથા દિવ ફરીને રાત્રીના ઘરે પહોચેલ અને અમારા ઘરની બહારની ડેલીનુ તાળુ ખોલી અંદર ગયા તો અમારા ઘર ના સામેના બે રૂમ છે.જેમાથી એક રૂમનો દરવાજો તથા રસોડાનો દરવાજો ખુલ્લો હતો
જેમા અમે તાળા મારીને ગયેલ હતા જેમાથી એક રૂમના દરવાજાનુ તાળુ તૂટેલું હતુ.જેમા અમારી ઘરવખરીનો સર સામાન વેર વિખેર પડેલ હતો અને રૂમના કબાટમા જોતા કબાટનો દરવાજો ખુલ્લો હતો.જે કબાટની અંદરની તીજોરી તોડી નાખેલ હતી. જેમા જોતા અમે અ મારા બચતના રાખેલ રૂ.20,000 રોકડા, દીકરીની સોનાની 1 ગ્રામની બુટી રૂ.5000 જેટલી ગણાય તથા 1 ચાંદીની જાંજરી જેની કીમત રૂ.1200 એમ કુલ રૂ.26,200 ની રોકડ તથા મુદામાલની ચોરી થઈ હતી. તેમજ બનાવ મામલે પોલીસ ક્ટ્રોલ રુમમાં જાણ કરતા પોલીસ વેન આવી ગઈ હતી અને ફરિયાદ નોંધાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.