સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ આયોજિત ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ ગુરુવારે યોજાશે - At This Time

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ આયોજિત ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ ગુરુવારે યોજાશે


ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ દ્વારા
ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ
તા.૦૩.૧૧.૨૦રર, ગુરૂવાર ની ભવ્ય ઉજવણી 
પૂજયપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજશ્રીની પ્રે૨ણા અને કૃપાદૃષ્ટીથી નિર્માણ થયેલ અને “માનવસેવા એ જ પ્રભુસેવા'' સુત્રને ચરીતાર્થ કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) છેલ્લા બાર વર્ષથી તદ્દન નિઃશુલ્ક આરોગ્યસેવા પ્રદાન કરી રહી છે.

સને ૨૦૨૨ મા આ હોસ્પિટલ એ શુભારંભથી બા૨ (૧૨) વર્ષની આરોગ્યસેવા-સાધના સફળતાપૂર્વક સંપન્ન કરી નિષ્કામ સેવાક્ષેત્રે એક અપૂર્વ સિધ્ધી હાંસલ કરી છે. એક સંતપ્રેરીત આ હોસ્પિટલનાં દાનવિરો, કર્મવિશે તેમજ ધર્મવોનાં ભાવવંદના મહોત્સવની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન સર્વ જીવપ્રાણી માત્રનાં હિતચિંતક અને આ હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજમાં અનન્ય ચ૨ણોપાસક સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહા૨ાજની અધ્યક્ષતામાં કરેલ છે. આ “ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ'' નો ભવ્ય કાર્યક્રમ આગામી તા. ૦૩.૧૧.૨૦૨૨, ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે રાખેલ છે. તદ્ઉપરાંત નવનિર્મીત ગુરૂકૃપા અન્નક્ષેત્ર તેમજ વિશ્રાંતિ ભવનનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ રાખેલ છે.

આ પાવન પ્રસંગે સુરત, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગ૨ વગેરે શહેરો તેમજ વિદેશનાં દાતાશ્રીઓ, મહાનુભાવો સવિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજય સંતોના આશીર્વચન ઝીલવા માટે, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સંસ્થાનાં ડોકટ૨શ્રીઓ તેમજ કર્મયોગી અને સેવાભાવીઓનો ઉત્સાહ વધારવા અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ જાહેર જનતાને આ મહોત્સવમાં સપરિવાર, મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમત્રણ છે વર્ષ ૨૦૧૧ થી લઈ ૧૪૧ મહિના માં ૨૦.૭૪.૨૧૫ ઓપીડી સારવાર ૯.૧૧.૨૮૬ લેબોટરી એક્સરે ઇમરજન્સી ૫૭.૧૨૫ ઓપરેશનો ૯.૪૨૦ પ્રસુતિ ૨૮.૪૨.૪૨૫ ને ભોજન પ્રસાદ ની સંપૂર્ણ નિઃશુલ્ક સેવા ના ૪૦૦૦ દિવસ માનવ સેવા એજ માધવ સેવા ને સફળ બનાવી દર્દી દેવોભવ માં તનમન ધન થી સેવારત દાતા ઓ ડોક્ટરો નો સત્કાર કરવા ચતુર્થ સહસ્ત્રદિન માનવ સેવા મહાયજ્ઞ યોજાશે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.