પરમાર્થના પાયા ઉપર મહેશ ભુવાનો યોજાશે અનોખો લગોત્સવ... - At This Time

પરમાર્થના પાયા ઉપર મહેશ ભુવાનો યોજાશે અનોખો લગોત્સવ…


પરમાર્થના પાયા ઉપર મહેશ ભુવાનો યોજાશે અનોખો લગોત્સવ...
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ના વડીલો વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે.

ફુલેકુ સાયલેન્ટ થી પ્રી- વેડિંગ ફોટો & વિડીઓ ગ્રાફિ બંધ.

પક્ષીમાળા અને ચણપાત્ર થી મહેમાનો નું બહુમાન સન્માન

અમરેલીના કુંકાવાવ ખજૂરી પીપળીયા માં અનોખો લગ્નોત્સવ સામાજિક સંરચનામાં સુધારાવાદી સતત નવીન્યતમ કરતો યુવાનો નો આદર્શ મહેશ ભુવા નો પરમાર્થ ના પાયા ઉપર અનોખા લગ્નોત્સવ યોજાશે.

આદર્શ દાંપત્ય જીવનની શરૂઆત કરતા યુવાન મહેશ ભુવા ની કમાલ સર્વ વિદિત છે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉર્જા સાથેના ઉપયીગથી રૂપિયા ચાર કરોડ થી વધુની રકમ સીધે સીધી જ જરૂરિયાતમંદ લાભાર્થી પરિવારોને પહોંચાડી સોશિયલ મીડિયા એપ્સ ફેશબુક થી અનેકોના ચહેરા ઉપર સ્મિત લાવનાર મહેશભાઈ ભુવા સંગ પારુલ આસોદરિયા સાથે લગ્નોત્સવ આગામી તા.૫/૧૧/૨૨ શનિવાર તુલસી વિવાહ ના રોજ પરણીય મહોત્સવ માં સમાજને નવા રાહ સાથે દાંપત્ય જીવનમાં પગલાં માંડશે.

અમરેલી જીલ્લાના મોટી કુંકાવાવ તાલુકાના ખજૂરી પીપળીયા ગામનો વતની અને હાલ સુરત માં બેઠા બેઠા અઢારેય વરણ ને સાથે રાખીને સમાજની સેવામાં જોડાઈ સરળ જીવન જીવતો સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર નું મોટું નેટવર્ક ધરાવતો અલગ જ જનુન અને જુસ્સા થી સેવારત રહેતો સુકલકડી કાયાધારી મહેશ ભુવા એ પોતાનો ગત જન્મદીન હોટલ માં કે કેક કાપી ને સેલિબ્રેશન કરવા ને બદલે હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સંસ્થા ની સ્થાપના કરી ઉજવ્યો હતો અને અત્રે પોતાના પરણીય અવસર ને સેવામંત્ર બનાવી સમાજને એક પ્રેરણાત્મક ઉત્કૃષ્ઠ ઉદાહરણ સાથે નવા ક્રાંતિકારી પરિવર્તનના રાહ સીંધવાના શુભ ઉદ્દેશ ની શરૂઆત પોતાનાથી જ કરી મહેશ ભુવા સંગ પારુલ આસોદરિયાના શુભ લગ્નોત્સવ કારતક સુદ ૧૧ તા.૫/૧૧/૨૦૨૨ શનિવાર તુલસી વિવાહ ના શુભ દિવસે યોજી શુભ લગ્નોત્સવ ને વધુ દિપાવવા સેવાના અનેકો સંકલ્પો સાથે સેવાને જ મુખ્ય ઉદ્દેશ બનાવી આયોજન બદ્ધ રીતે અનોખો પરણીય પર્વ ઉજવશે.

પ્રાચીન સંસ્કૃતિ અનુસાર સપ્તપદી ની ખરી મહતા સાત ફેરા સત્ય પ્રેમ કરુણા સંપ સંયમ ત્યાગ સમર્પણ ની દીક્ષા એટલે સપ્તપદી.

(૧) સૌ પ્રથમ માતૃ પિતૃ પુજા અને પ્રદક્ષિણા સહવંદના કરવામાં આવશે.

(૨) શુભ લગ્નોત્સવ પ્રસંગ માં આવેલ તમામ મોંઘેરા મહેમાનશ્રી ઓને એક એક બર્ડ ફીડર અને ચણપાત્ર આપી માન સાથે સન્માનિત કરી શુભ આશીર્વચન મેળવશે.

(૩) આ શુભ લગ્નોત્સવ પ્રસંગમાં મહેશભાઈ ભુવા ને જે કંઈ ભેટ સોગાદ માં ચાંદલા સ્વરૂપે મળેલ રકમ સેવાના કાર્યમાં વાપરી યોગ્ય જરૂરીયાતમંદ વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે.

(૪)આ શુભ લગ્નોત્સવ પ્રસંગમાં મહેશભાઈ ના આમંત્રણ ને સ્વીકારી રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો ખજૂરી પીપળીયા પધારી "વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ" ના આશિષ પાઠવશે.

(૫) સમાજમાં લગ્નોત્સવમાં આવતા જરૂરીયાત વગર ના પ્રસંગો નો બહિષ્કાર કરવામાં આવશે કારણ કે બિનજરૂરી ખર્ચ પર કાબૂ મેળવવા મથતા નાના માં નાનો વ્યક્તિ આ રાહ પર ચાલશે જ તેવી નવીનતમ આશા છે.

(૬) દીકરાના લગ્નોત્સવમાં સાંજે કાઢવામાં આવતું ફુલેકું નો માત્ર નામશેષ.પાંચ વ્યક્તિ થી વધુ લોકો નહિ અને તે પણ માત્ર સાઈલેન્ટ.

(૭) લગ્નોત્સવ પહેલા ફેશન માટે કરવામાં આવતું પ્રી- વેડિંગ ફોટો , વિડીઓ ગ્રાફિ નો સંપૂર્ણપણે બહિષ્કાર.

(૮)લગ્નોત્સવ દરમ્યાન આવતી ગોતિળા ની વિધિનો સંપૂર્ણ બહિષ્કાર એક આદર્શ દાંપત્ય જીવન ની પરમાર્થ ના પાયા ઉપર પોતા ના ગૃહસ્થ ધર્મ ની શરૂઆત કરી સમસ્ત માનવ સમાજ ને પ્રેરણાત્મક સદેશ આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.