ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને નિરીક્ષકો સાંભળ્યા વગર નીકળી જતા કાર્યકરો રોષે ભરાયા
વિજયભાઈના સમર્થકો પહેલું નામ મૂકશે
રાજકોટમાં હાલ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં નિરીક્ષકોએ ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતા હોબાળો સર્જાયો હતો અપેક્ષિત કાર્યકર્તાઓ અને દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ સમાજ અને સંસ્થા તથા ટેકેદારોએ પોતાની વાતની રજૂઆત કરી હતી પરંતુ તે બાબતે દુર્લક્ષતા દાખવીને નિરીક્ષકો રાણીંગા વાડીમાંથી નીકળી ગયા હતા અને રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા તેમને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા હતા જેને પગલે નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા.રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ પણ દાવેદારી નોંધાવી છે. નોંધનીય છે કે, રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેન છે. તાજેતરમાં નરેશ પટેલ સાથે PM નરેન્દ્ર મોદી ને રમેશ ટીલાળા મળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.