મનપાએ કાળીચૌદશના દિવસે કર્યા ખાતમુહૂર્ત, ચૂંટણી પહેલા કામોની સંખ્યા વધારવા મથામણ
આચારસંહિતા લાગુ થયા બાદ પણ મનપા વહીવટી કામોમાં પૂરતું ધ્યાન આપી શકે તે માટે કાર્યક્રમોની પતાવટ ચાલુ
કાળીચૌદશના દિવસે કોઇપણ નવા કામો હાથ પર લેવાતા નથી. ઘણા લોકો ખરીદી માટે પણ આ દિવસને અશુભ માને છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ કાળીચૌદશના દિવસે અલગ અલગ કામોના ખાતમુહૂર્તો કરી નાખ્યા છે અને એવો બચાવ કર્યો છે કે, કાળીચૌદશે સવારે થોડા મુહૂર્ત ધનતેરસના હતા અને તે સમય પકડાયો છે જોકે હકીકતે દિવાળી બાદ ચૂંટણી હોઇ તે પહેલા જ કામો ધડાધડ શરૂ કરવાનો ઈરાદો છે. જે ફરી સાબિત કરે છે કે જ્યારે તક આવતી હોય તે જ સાચું મુહૂર્ત હોય છે કમુરતા નડતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.