રાજકોટમાં ‘તમારા પૈસા ભૂલી જજો’ કહી દંપતીએ કારખાનેદાર સાથે રૂ.65.24 લાખની છેતરપિંડી આચરી
રાજકોટ શહેરમાં સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ મેઇન રોડ પર ફુલવાડીપાર્ક શેરી નં.03 માં રહેતા ચિરાગભાઇ હસમુખભાઇ અમૃતીયા (ઉ.વ.30) એ આશિષ મોહનભાઈ સારણીયા અને તેના પત્ની નિશાબેન સામે છેતરપિંડી થયા અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી પતિ પત્ની સામે આઇપીસી કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચિરાગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છુ અને વાવડી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ રાણી ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયા પરીન ફર્નીચરની પાછળ ગોંડલ રોડ ખાતે એકસેલ મેટલ ઇન્ડસ્ટ્રીઝના નામે કોપર વાયર તથા કોપર રોડનું કારખાનું હું તથા મારા ભાગીદાર મારા પિતા તથા મારા મોટાબાપુનો દીકરો તથા મારા મોટાબાપુ સાથે ભાગીદારી ડીડ બનાવી આ કારખાનુ ચલાવીએ છીએ અને કારખાનાનો વહીવટ હું પોતે સંભાળુ છુ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કારખાનાની 2019 માં લેણી રકમના 65.24 લાખ લેવાના બાકી હતા જે આશીષભાઇ પાસે માંગતા અમોને વાયદાઓ કરતા હતા અને બીલની રકમ આપતા ન હતા અને ત્યારબાદ આશીષભાઇ રાજકોટમાથી ગુમ થઇ ગયા હતા અને આ આશીષભાઇનો તમામ વહીવટ તેઓના પત્ની નિશાબેન સંભાળેલ હતો અને નિશાબેનને રૂબરૂ મળતા નિશાબેને જણાવેલ કે તમારી બાકી રકમ કાઈ નિકળતી નથી. રૂપીયા તમો ભુલી જાવ અમારી પાસે તમારા કોઇ રૂપીયા દેવાના બાકી નથી અને જ્યારે આશીષ આવે ત્યારે તમારા રૂપીયા આપી દેશુ હવે પછી રૂપીયાની ઉઘરાણી માટે મારી પાસે આવવુ નહી.આ બાદ અમો આશીષભાઇ નો સંપર્ક કરતા આશીષભાઇ નો સંપર્ક થયેલ નહીં અને આ આશીષભાઇ તથા તેઓના પત્ની નીશાબેને વિશ્વાસ અને ભરોસો આપ્યો હોય અને આજ સુધી રૂ.65,24,773 નહીં આપી છેતરપિંડી અને ઠગાઇ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.