રાજકોટમાં પાટીલે ખોડલધામના નરેશ પટેલની PM સાથેની મુલાકાતને અવગણી, કહ્યું- આનાથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી
રાજકોટમાં ભાજપનું નવું કાર્યાલય કમલમ તૈયાર થતા આજે ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હાથ પકડીને રિબીન કાપી ખુલ્લું મૂક્યું હતું. સાથે જ સિનિયર નેતા વજુભાઈ વાળાના હસ્તે પણ રિબીન કપાવી હતી. બાદમાં પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલની પ્રધાનમંત્રી સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી. ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જ મજબૂત છે. આવડી મોટી ધાર્મિક સંસ્થા ખોડલધામના અધ્યક્ષ પ્રધાનમંત્રીને મળે તેનાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકરો જે ટાર્ગેટ સાથે ચાલે છે તે પૂર્ણ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.