સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી-નુતન વર્ષ તહેવારોને અનુલક્ષીને સતર્ક-સહાયરૂપ જડબેસલાક પોલીસ બંદોબસ્ત - At This Time

સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી-નુતન વર્ષ તહેવારોને અનુલક્ષીને સતર્ક-સહાયરૂપ જડબેસલાક પોલીસ બંદોબસ્ત


સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી-નુતન વર્ષ તહેવારોને અનુલક્ષીને સતર્ક-સહાયરૂપ જડબેસલાક પોલીસ બંદોબસ્ત

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી નુતન વર્ષ લાભ પાંચમના તહેવારોમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેનાર હોય ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ પરમાર પોલીસની સતર્ક અને જરૂરત પડ્યે પોલીસ જનતાની સેવામાં સહાયરૂપ બને તેવો પૂરતો ચુસ્ત બંદોબસ્ત કાર્યરત સજાગ છે.

સોમનાથ મંદિર સુરક્ષા ચક્રમાં એક ડીવાયએસપી, 2 પી.આઇ, 2 પી.એસ.આઇ પોલીસ અને જી.આર.ડી જવાનો તથા એસ.આર.પી કંપની કાર્યરત રહેશે.
બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, થ્રી લેયર ચેકીંગ, વોકી ટોકી સેટ, 10 હેન્ડ મેટલ ડિટેક્ટર સેટ, 52 સીસીટીવી કેમેરા, ગૌરીકુંડ તથા હમીરજી સર્કલ પાસે સોમનાથ મંદિર તરફ જતા વાહન તપાસણી, પૂછપરછ વિભાગ અને પોલીસ જવાનો નો પૂરતો બંદોબસ્ત ગોઠવાયેલ છે.

અશ્વ પોલીસ તથા પોલીસવાન નું પેટ્રોલિંગ સતત કાર્યરત રહેશે.

પોલીસ અને જી આર ડી જવાનો પોતાના પરિવારમાં દિવાળી તહેવારો ઉત્સવ હોવા છતાં જનતાની સેવામાં સોમનાથ ફરજ ઉપર ખડેપગે રહેશે.

ગીર સોમનાથ જિલ્લાના યશસ્વી અને કુશળ આયોજનબદ્ધ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ સોમનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસથી સુરક્ષા અને યાત્રિકોની શ્રદ્ધા અને સન્માન જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ વ્યવસ્થિત દર્શન કરી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા ચાલુ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.