યાર્ડમાં કપાસની આવક ઘટી, પડતર મગફળીનો નિકાલ બાકી
કપાસની આવક ઘટતા ખાદ્યતેલમાં રૂ.15 વધ્યા.
બુધવારે યાર્ડમાં કપાસની આવક 4 હજાર ક્વિન્ટલ થઈ હતી. જે મંગળવારની સરખામણીએ 1200 ક્વિન્ટલ ઓછી હતી. મણના ભાવે રૂ.1800ની સપાટી કુદાવી હતી. બીજી તરફ કપાસની હાલમાં ડિમાન્ડ પણ છે. કપાસની આવક ઘટતા ખાદ્યતેલમાં પણ રૂ.15નો ઉછાળો આવ્યો હતો. જ્યારે પડતર મગફળીનો નિકાલ હજુ થયો નથી. આ પડતર મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે. યાર્ડમાં 24 ઓક્ટોબર સુધી જ આવક ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ 25 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થઈ જાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.