રાજકોટમાં પ્રેમીએ સગાઈ તોડતા મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં આવી, આત્મહત્યાના કરવા અગ્રેસર થઈ,અભયમે જિંદગી બચાવી - At This Time

રાજકોટમાં પ્રેમીએ સગાઈ તોડતા મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં આવી, આત્મહત્યાના કરવા અગ્રેસર થઈ,અભયમે જિંદગી બચાવી


રાજકોટમાં પ્રેમીએ સગાઈ તોડતા મહિલા ડોક્ટર ડિપ્રેશનમાં આવી હતી અને આત્મહત્યાના કરવા અગ્રેસર થઈ હતી. જેને પગલે 181 અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કરીને તેને અટકાવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 181ટીમના કાઉન્સિલર સુમિતા પરમાર, મહિલા કોન્સટેબલ હષૉબેન, પાઇલોટ બિપીનભાઈ તે યુવતી સુધી પહોચેલ.. ત્યારબાદ યુવતીના માતાપિતા સાથે સૌપ્રથમ વાતચીત કરવામાં આવેલ.. તો તેમણે જણાવેલ કે મારી દિકરી લગભગ દસ દિવસથી સતત ડિપ્રેશન મા હોય. ખાવા પીવાનું છોડી દીધું હોય, અને સતત ગુસ્સામાં રહેતી હોય અને વારંવાર આત્મહત્યા કરવાનું રટણ કરતી હોય, તેમજ યુવતીના માતાપિતા એ અભયમ્ ટીમની સાથે વાતચીત દરમિયાન જણાવેલ કે યુવતી પોતે વ્યવસાયે ડેન્ટિસ્ટ હોય જેમને આશરે દોઢ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા એક યુવક સાથે સંપર્ક થયો અને તેમની સાથે સતત વાતચીત દરમિયાન પ્રેમ થયો અને એક બીજા સાથે ગાઢ સંબંધ બની ગયો. ત્યારબાદ બંને જણાએ એક બીજાના પરિવાર સાથે એક બીજાનાં પ્રેમ સંબંધ વિશે વાતચીત કરી અને એક બીજાની પરિવારની સહમતિથી સગાઈ સંબંધ થયો. સામે યુવક મુબઈમા એક કંપની મા નોકરી કરતો હોય અને ત્યારબાદ જાણવા મળેલ કે સગાઈ નો લગભગ એક મહિનો પણ પૂરો ના થયો હોય ત્યાં તો યુવકે યુવતીને પોતે વિદેશમાં નોકરી માટે પ્રોસેસ કરી હોય અને નોકરી મળી ગઈ હોય જેથી વિદેશ મારે જવાનું છે એમ કહી યુવકે પોતે વિદેશ જવાની તૈયારી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.