રાજકોટમાં ડોકટરપુત્રએ પિતાની કિડની, લિવર, ચક્ષુ અને ત્વચાનું દાન કર્યું, 5 વર્ષ સુધી ત્વચાથી થશે દાઝેલી વ્યક્તિની સારવાર
આપણે દેહદાનની વાત તો ઘણી વાર સાંભળી છે. જોકે અત્યારની મેડિકલ ટેક્નોલોજીથી મૃત્યુ પામેલી વ્યક્તિની ચામડી પણ સાચવી શકાય છે. આ ચામડીનો ઉપયોગ દાઝેલી વ્યક્તિની સારવારમાં કરી શકાય છે. આગમાં દાઝી જતા લોકોને વારંવાર ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના હાથ-પગમાં ચાંદાં પડતાં હોય તેમને ચામડી માટે વિશેષ સારસંભાળની પણ જરૂર પડે છે. ત્યારે રાજકોટમાં મૃતકની ચામડીનું દાન કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ડોકટરપુત્રએ પિતાના નિધન બાદ તેમની કિડની, લિવર, ચક્ષુ અને ત્વચાનું દાન કર્યું હતું. તેમના પિતાની ત્વચા હવે દાઝી ગયેલી કોઈ વ્યક્તિની જિંદગી બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. હાલ તેમની ત્વચાને રાજકોટની સ્કિન બેંકમાં ડોનેટ કરવામાં આવી છે અને પાંચ વર્ષ સુધી તેમની ત્વચા ઉપયોગમાં લઇ શકાશે. ઉલ્લેખનીય છે કે લોકોમાં ચક્ષુદાન, દેહદાન માટે જાગૃતિ છે, પરંતુ સ્કિન ડોનેશન માટે હજુ જાગૃતિ ઓછી છે ત્યારે રાજકોટમાં પાંચમું સ્કિન ડોનેશન થયું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.