રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર ક્લાસ-2 અધિકારીની સરકારે પોરબંદર બદલી કરી - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર ક્લાસ-2 અધિકારીની સરકારે પોરબંદર બદલી કરી


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા ક્લાસ-2 અધિકારી છે અને તેમનો વાર્ષિક 18 લાખ પગાર છે છતાં કોઠા-કબાડા કરી પોતાના અને પરિવારજનોના નામે ગરીબોને મળતું આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું છે. ક્લાસ-2 અધિકારીના કારસ્તાનને બહાર લાવનાર સામાજિક કાર્યકર કિશન રાઠોડે આ અંગે રાજકોટ પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.

હાલ હિતેન્દ્ર ઝાંખરિયાની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.