ઢસા ખાતે અર્બન હોટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત 121 જેટલા તાલીમાર્થીઓને મહિતી અપાઈ - At This Time

ઢસા ખાતે અર્બન હોટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત 121 જેટલા તાલીમાર્થીઓને મહિતી અપાઈ


ઢસા ખાતે અર્બન હોટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત 121 જેટલા તાલીમાર્થીઓને મહિતી અપાઈ

બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સરકારના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ પૈકી અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ તાલીમ અંતર્ગત બોટાદ જિલ્લાના પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા ખાતે તાલીમનુ આયોજન કરાયું હતું. જેમાં 121 જેટલાં તાલીમાર્થીએ ભાગ લીધો હતો.બાગાયત નિરીક્ષક એમ.એન.રાઠોડે તાલીમાર્થીઓને કિચન ગાર્ડનિંગ, અર્બન હોર્ટીકલ્ચર વિશે તાલીમ પુરી પાડી હતી. સાથો સાથ નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળાએ કાર્યક્રમને અનુરૂપ તથા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને નવી યોજના કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર યોજના, કમલમ ફળ વાવેતર માટેની યોજના, મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી પુરી પાડીહતી. તાલીમ દરમિયાન પ્રશ્નોતરીમાં તાલીમાર્થીઓએ ભાગ લઈ અધિકારીઓનો પણ ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરેક લાભાર્થીઓને શિયાળુ શાકભાજી બીજની કિચન ગાર્ડનિંગ લગતા કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.