માળિયા હાટીનામાં સામાજિક કાર્યકરની સ્મૃતિમાં નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો - At This Time

માળિયા હાટીનામાં સામાજિક કાર્યકરની સ્મૃતિમાં નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો


માળિયા હાટીનાના સિંધી સમાજના નવ યુવાન સામાજિક કાર્યકર સેવાભાવિને આપી શ્રદ્ધાંજલિ

માળિયા હાટીનાના સિંધી સમાજના નવ યુવાન સામાજિક કાર્યકર સેવાભાવિ સ્વ. જીતેન્દ્ર મહેશકુમાર આહુજાનું તાજેતરમાં અવસાન થયેલ છે. જે બબલીના નામથી જાણીતા હતા ત્યારે માળિયા હાટીનામાં વણિક મહાજન વાડી ખાતે સ્વ.બબલી આહુજાની સ્મૃતિમાં, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ સુનિધિ ટ્રસ્ટ બોમ્બે ડો.આભાબેન આર. શેઠ આશીર્વાદ ટ્રસ્ટ માળિયાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્ર રોગ ઓપરેશન કેમ્પ રાખેલ હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો

આ કાર્યક્રમમાં ઉપસ્થીત માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, બ્રહ્માકુમારીના નીતાબેન, હમીરસિંહ સીસોદીયા સહિતના આગેવાનોએ ને ગ્રામ જનો મોટી ઉપસ્થીત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.