શહેરના એરપોર્ટ પર આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડયા, સ્થાનિકોએ જાણ કરતા ફાયર બ્રિગેડ દોડતી થઈ
રાજકોટ એરપોર્ટ પર આગ લાગી હોવાની સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જે બાદ ફાયર બ્રિગેટની એક ટીમ એરપોર્ટ ખાતે દોડી આવી હતી. પરંતુ ઘટના સ્થળ પર પહોંચતા ફાયર વિભાગને જાણવા મળ્યું હતું કે, એરપોર્ટ પર આગ લાગી હોવાની વાત એક અફવા હતી અને હકીકત સામે આવી હતી કે એરપોર્ટ બાઉન્ડરી પાસે લાંબા સમયથી ઉગેલું સૂકું ખળ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સળગાવવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.