લોન પાસ કરાવી દેવાનું કહે તો ચેતજો, મહિલા સાથે રૂ. 4.74 લાખની ઠગાઇ
ત્રણ મહિના પૂર્વે કરેલી અરજી બાદ અંતે પોલીસે ગુનો નોંધ્યો
શહેરમાં વધી રહેલા છેતરપિંડીના વધુ એક બનાવની યુનિવર્સિટી રોડ માધવપાર્ક-1માં રહેતા પારૂલબેન અરવિંદભાઇ સોલંકી નામના મહિલાએ રવિ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. રસોઇ કામ કરી ગુજરાન ચલાવતા પારૂલબેનની ફરિયાદ મુજબ, ગત જૂન મહિનામાં કોઇ હિન્દી ભાષીનો ફોન આવ્યો હતો. તે બજાજ ફાઇનાન્સમાંથી બોલે છે અને તમને લોન મળવા પાત્ર છે. તમારે લોન લેવી છે. જેથી તેને હા પાડતા કાલે ડોક્યુમેન્ટ લેવા અમારો કર્મચારી આવશેની વાત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.