કોલેજોમાંથી પરત મગાવેલા બી.કોમના પેપરના 97માંથી 22 બોક્સ ખુલ્લા નીકળ્યા,પેપરના બોક્સ-કવર તપાસ્યા, 3 દી’માં રિપોર્ટ આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ લીક થયેલા બીબીએ અને બી.કોમના પેપરને લઈને હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઘટનાને 48 કલાક જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી પેપર કઈ કોલેજમાંથી લીક થયું હતું તે જાણી શકાયું નથી. અંતે શુક્રવારે એફએસએલની ટીમે યુનિવર્સિટી કેમ્પસમાં ધામા નાખ્યા હતા અને કોલેજોમાંથી પરત આવેલા પેપરના બોક્સ અને કવર બારીકાઇથી તપાસ્યા હતા.
એફએસએલની ટીમ આગામી બે-ત્રણ દિવસમાં જ યુનિવર્સિટીને તપાસનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત ભક્તિનગર પોલીસ પણ શુક્રવારે યુનિવર્સિટી પહોંચી હતી અને અધિકારીઓ અને સ્ટાફ સાથે પેપર છપાવવાથી લઈને પેપર મોકલવા સહિતની સિસ્ટમની જાણકારી મેળવી હતી. યુનિવર્સિટીએ મોકલેલા પેપરના તમામ બોક્સ પરત મંગાવી લીધા છે અને પરત આવેલા બી.કોમના પેપરના 97માંથી 22 જેટલા બોક્સ ખુલ્લા હોવાની સ્થિતિમાં હતા. પરંતુ બોક્સમાં પેપરના કવર સીલબંધ હાલતમાં હોવાનું યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.