કન્યા શાળા પાસે અસામાજિક તત્ત્વોનો ત્રાસ, વિદ્યાર્થિનીને ઉઠાવી જવા પ્રયાસ
કોઠારિયામાં બે બનાવ બનતા વાલીઓની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
પોલીસ કમિશનર કચેરીએ પણ આગેવાનો સાથે વાલીઓ દોડી આવ્યા
કોઠારિયા સોલવન્ટમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત નારાયણનગર કન્યા શાળા નજીક છાત્રાઓની અવારનવાર છેડતી થતી હોય તેમજ છાત્રાને ઉઠાવી જવાના પ્રયાસના પંદર દિવસમાં બે બનાવ બનતા વાલીઓ મ્યુનિસિપલ કમિશનર પાસે દોડી ગયા હતા અને શાળમાં તેમજ શાળા બહાર સીસીટીવી કેમેરા લગાવવા માંગ કરી હતી. તેમજ આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.