લલિત વસોયાએ કહ્યુ, ‘અલ્પેશે મને કહ્યું છે, સરકાર મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ’ - At This Time

લલિત વસોયાએ કહ્યુ, ‘અલ્પેશે મને કહ્યું છે, સરકાર મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ’


રાજકોટમાં આજે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અલ્પેશ સાથે મારે વાત થઈ છે, તેણે કહ્યું છે કે, સરકાર જો મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ. અલ્પેશ કથીરિયાને રાજનીતિમાં આવવા માટે આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીએ આમંત્રણ આપ્યું છે તેવું મને અલ્પેશે કહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.