રાજકોટ: મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓ પર કોર્પોરેશનની ધોંસ - At This Time

રાજકોટ: મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓ પર કોર્પોરેશનની ધોંસ


રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફરસાણ અને મીઠાઇના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે અલગ-અલગ પાંચ સ્થળેથી વિવિધ મીઠાઇના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ચેકીંગ દરમિયાન ભક્તિનગર વિસ્તારમાં નટેશ્ર્વર મંદિરની બાજુમાં મેઘમીલન ડેરી પ્રોડક્ટમાંથી ડ્રાયફ્રૂટ કસાટા મીઠાઇ, કેનાલ રોડ પર સુદ્વા ડેરી ફાર્મ એન્ડ નમકીનમાંથી મલાઇ મખની મીઠાઇ, બોલબાલા માર્ગ પર તિરૂપતી ડેરી ફાર્મમાંથી મલાઇ બોલ મીઠાઇ, જીવરાજ પાર્ક મેઇન રોડ પર કસ્તૂરી રેસીડેન્સી વિસ્તારમાં શ્રી ગોકુલ ડેરી ફાર્મમાંથી ચોકલેટ ચીપ્સ લાડુ અને સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર ગોવર્ધન ડેરી ફાર્મમાંથી અંજીર બરફી મીઠાઇનો નમૂનો લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
આ ઉપરાંત ન્યૂ 80 ફૂડ રોડ, નંદનવન મેઇન રોડ પર અલગ-અલગ 16 દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે સ્વામીનારાયણ ચોક અને કૃષ્ણનગર મેઇન રોડ 20 દુકાનોમાં ચેકીંગ દરમિયાન શ્રીનાથજી આઇસ્ક્રીમ, જે.કે. રેસ્ટોરન્ટ, ગેલમાં ડેરી ફાર્મ, કલ્યાણ ધ રીયલ ઇન્ડિયન ટેસ્ટ, કચ્છ-માંડવી દાબેલી, સંગમ પ્રોવિઝન સ્ટોર્સ, વોલ્ગા ઘી ડેપો અને સ્વામીનારાયણ કોલ્ડ્રીંક્સને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.