બાલાસિનોર મામલતદાર કચેરીમાં ખોટા પેરા કાઢી નોંધ ના મંજુર કરતા હોવાની વ્યાપક ફરિયાદો - At This Time

બાલાસિનોર મામલતદાર કચેરીમાં ખોટા પેરા કાઢી નોંધ ના મંજુર કરતા હોવાની વ્યાપક ફરિયાદો


મળતી વિગતો અનુસાર બાલાસિનોર મામલતદાર કચેરીમાં વારસાઈ,હયાતી હક્ક દાખલ હયાતી હક્ક કમી,અમીન પર લોન સહીત સાત-બાર સુધારા વધારા કરવા, અરજદારો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઈ ધરા શાખામાં અરજી કરવામાં આવે છે. જે નોંધ મંજુર કે ના મંજુર કરવાની સત્તા સર્કલ ઓફિસર પાસે હોય છે. જેમાં નોંધ ના મંજુર કરી શકાય તેવા પેરા સર્કલ ઓફિસર બી.ટી પરમાર દ્વારા કાઢવામાં આવી. નોંધ ના મંજુર કરવામાં આવતા અરજદારો દ્વારા નાયબ કલેક્ટરમાં અપીલ કરવાની ફરજ પડે છે જે બાબતે અરજદારોમાં સર્કલ ઓફિસર બી.ટી પરમારને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતે અરજદારોએ જણાવ્યું છે કે નોંધ ના મંજુર કરી શકાય તેવામાં નોંધ ના મંજુર કરવા અન્ય પેરા કાઢવામાં આવે છે જે નોંધ ના મંજુર થતા નાયબ કલેક્ટની કચેરીએ વકીલ મારફતે અપીલ કરવાની ફરજ પડે છે, જેમાં ખર્ચે વધી જાય છે.

રૂપિયાનો વેડફાટ સામે સમય અને રૂપિયા બંને વધુ ખર્ચવું પડે છે.આ બાબતે નાયબ મામલતદાર બી.ટી પરમારને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ગોળ ગોળ જવાબ આપી આ બાબતે હું કાંઈ કહી ના શકું તેમ જણાવ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.